ધૂમ-ધુમ્મસ એટલે શું ? પારંપરિક ધૂમ-ધુમ્મસ પ્રકાશ રાસાયણિક ધૂમ-ધુમ્મસથી કેવી રીતે જુદું પડે છે ?
ધૂમ-ધુમ્મસ શબ્દ ધુમાડો અને હવામાંના ભેજ શબ્દોના જોડાણથી બનેલો છે, સામાન્ય રીતે હવાના પ્રદૂષણ તરીકે ધૂમ્ર-ધુમ્મસ જોવા મળે છે. તેના બે પ્રકાર છે :
$(i)$ પારંપરિક ધૂમ્ર-ધુમ્મસ : તે ઠંડા ભેજવાળા વાતાવરણમાં ઉત્પન્ન થાય છે. તે ધુમાડો, હવામાંના ભેજ અને સલ્ફર ડાયૉક્સાઇડનું મિશ્રણ છે. તે રાસાયણિક રીતે રિડક્શનકર્તા મિશ્રણ હોવાથી તેને રિડક્શનકર્તા ધૂમ્ર-ધુમ્મસ કહે છે.
$(ii)$ પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ : તે ગરમ, શુષ્ક અને સૂર્યપ્રકાશવાળા હવામાનમાં ઉત્પન્ન થાય છે. તે વાહનો અને ઔદ્યોગિક એકમોમાંથી ઉત્પન્ન થતાં નાઇટ્રોજન ઑક્સાઇડ અને હાઇડ્રોકાર્બન સંયોજનો પર પ્રકાશ પડવાથી ઉત્પન્ન થાય છે. ધૂમ્ર-ધુમ્મસ ઑક્સિડેશનકર્તા ધૂમ્ર-ધુમ્મસ કહે છે.
પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ કઈ નુકસાનકારક અસરો દર્શાવે છે ? અને તેઓને કેવી રીતે નિયંત્રિત કરી શકાય ?
પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનાં સ્રોત જણાવો.
પૃથ્વીના વાતાવરણમાં જો ગ્રીન હાઉસ વાયુઓ સંપૂર્ણપણે ગેરહાજર હોય તો શું થાય ? ચર્યો.
ઓઝોન ઝેરી વાયુ છે અને પ્રબળ ઓક્સિડેશનકર્તા છે. છતાં પણ સમતાપ આવરણમાં તે જરૂરી છે. જો સમતાપ આવરણમાંથી તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય તો શું થાય - સમજાવો.
જળ પ્રદૂષણના મુખ્ય કારણો જણાવો.